Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી નગરપાલિકાની પેટા ચુંટણીમાં બપોરે ૧૨ સુધીમાં ૧૯.૮૧ ટકા મતદાન

મોરબી નગરપાલિકાના ત્રણ વોર્ડની છ બેઠકો માટે પેટા ચુંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થઇ રહ્યું છે જેમાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સરેરાશ ૧૯.૮૧ ટકા મતદાન નોંધાયું છે

મોરબી પાલિકાની પેટા ચુંટણીના મતદાનના આંકડા પર નજર કરીએ તો સવારથી બપોરે ૧૨ સુધીમાં વોર્ડ નં ૦૧ માં ૨૫.૮૭ ટકા, વોર્ડ નં ૦૩ માં ૧૫.૭૪ ટકા મતદાન અને વોર્ડ નં ૦૬ માં ૧૮.૫૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે તો સવારે નીરસ શરૂઆત બાદ ધીરે ધીરે મતદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે ૪૦ બુથો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat