મોરબીમાં દેશી દારૂ વેચતા ઇસમો સામે પોલીસની લાલઆંખ

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ઈસમો ઝડપાયા છે.

મોરબીમાં આરોપી મનીષાબેન સુરેશભાઇ થરેશા વજેપર વોકળાના કાંઠે આરોપીના રહેણાંક મકાનમાં એક પ્લા.ના બાચકામાં ૨૦૦ મીલીની ક્ષમતાવાળા કોથળીઓ નંગ-૧૫૦ જેમા કુલ કેફી પીણું પ્રવાહી આશરે લીટર-૩૦ કિંમત રૂપીયા-૬૦૦ ના મુદ્દામાલ સાથે વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી.મોરબીમાં આરોપી ઇબ્રાહીમ મોતીશા દીવાનશા લીલાપર રોડ આવાસ યોજનાની પાછળ ફીલ્ટરહાઉસ જવાના રસ્તે પોતાના કબ્જામાં એક પ્લા.ના બાચકામાં ૨૦૦ મીલી ની ક્ષમતાની પ્લા.ની કોથળીઓ નંગ-૭૫ જેમા કુલ કેફી પ્રવાહી દેશી દારૂ આશરે લીટર-૧૫ કિંમત રૂપીયા-૩૦૦/- ના મુદ્દામાલ સાથે વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. મોરબીમાં આરોપી કરણભાઇ મહેન્દ્રભાઇ ચૌહાણ કાલીકા પ્લોટ સાઇન્ટીફીક રોડ શેરી નં.૦૪ પાસે દેશીદારૂ ભરેલ પ્લા.ના બાચકામાં કોથળીઓ નંગ.૧૮ જેમા દેશી દારૂ લી.૯ કિ.રૂ.૧૮૦/-નો પોતાના કબ્જામા રાખી મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી કારીબેન વેલજીભાઇ ચૌહાણ પોતાના કબજા ભોગવટા વાળી ઓરડીમાં પ્લા.ના બાચકામાં આશરે ૨૦૦ મીલીની ક્ષમતાવાળી પ્લાની કોથળીઓ નંગ-૫૫ મળી કુલ કેફી પ્રવાહી પીણુ લીટર-૧૧ કિંમત રૂપીયા-૨૨૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમિયાન મહિલા હાજર મળી આવી હતી.મોરબીમાં આરોપી પ્રશાંત અરવિંદભાઇ ગડેશીયા લીલાપર રોડ ચાર માળીયા આવાસ સામે રોડ પર પોતાના કબ્જા દેશી પીવાનો દારૂ લીટર-૦૫ કિ.રૂ.૧૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. મોરબીમાં આરોપી અમીત ઉર્ફે વિકિ ચંદુભાઇ અગેચાણીયા કબીર ટેકરી શેરી નં-૩ના નાકે પોતાના કબ્જામા કેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લા.ના બાચકામાં આશરે ૫ લીટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ-૨ દેશી દારૂ લી.૧૦ કિ.રૂ.૨૦૦/- નો મુદામાલ વેચાણ કરવા અર્થે રાખી મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી સીમા રમેશભાઇ વિકાણી ભકિતનગર સર્કલ બાયપાસ, પાપાજી ફનવર્ડની સામે બાવળની ઝાડીમાં પોતાના કબજા ભોગવટા વાળી જગ્યાએ ત્રણ પ્લા.ના બાચકામાં પ લીટરની ક્ષમતા વાળી પ્લાની કોથળીઓ નંગ-૧૧ મળી કુલ કેફી પ્રવાહી પીણુ લીટર-૫૫ કિંમત રૂપીયા-૧૧૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમિયાન મળી આવી હતી. મોરબીમાં આરોપી બબીબેન કૈલાસભાઇ બાબરીયા કેફી પ્રવાહિ દેશી પીવાનો દારૂની ૨૫૦ મી.લી.ની કોથળીઓ નંગ-૧૬ દારૂ લીટર-૦૪ કિં રૂ.૮૦/-નો પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી.મોરબીમાં આરોપી રેખાબેન મેહુલભાઇ અગેચાણીયા વીસીપરા વાડી વિસ્તારમાં પ્રજાપતીની વાડીની બાજુમાં પોતાના કબજામાં પ્લાસ્ટીકના બાચકામાં ૨૫૦ મી.લી.ની કોથળીઓ નંગ-૪૦ કેફી પ્રવાહી લી-૧૦ કી.રૂ. ૨૦૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમિયાન હાજર મળી આવી હતી.

મોરબીમાં આરોપી બબીબેન જયંતીભાઇ મકવાણા ત્રાજપર ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં સરકારી સ્કુલ પાસે પોતાના કબ્જામા દેશી પીવાના દારૂ ની ૨૫૦ એમ.એલ.ની પ્લા.ની કોથળીઓ નંગ-૧૨ દેશીદારૂ લી-૩ કિ.રૂ.૬૦/- નો પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવી હતી.મોરબીમાં આરોપી નિમુબેન મહેશભાઇ ઝીજવાડીયા પોતાના કબજા ભોગવટા વાળ મકાનમાં પ્લા.ના બાચકામાં આશરે ૨૦૦ મીલીની ક્ષમતાવાળી પ્લાની કોથળીઓ નંગ-૫૫ મળી કુલ કેફી પ્રવાહી પીણુ લીટર-૧૦ કિંમત રૂપીયા-૨૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમિયાન મળી આવી હતી.મોરબીમાં આરોપી ચંદુભાઈ બાબુભાઇ થરેશા લીલાપર રોડ પર વિલસન પેપરમીલ પાસે પ્લાસ્ટીકની થેલીમાં કેફી પ્રવાહી દેશી પીવાના દારૂની ૨૦૦ મી.લીના માપની ક્ષમતા વાળી કોથળીઓ નંગ-૨૫ દેશીદારૂ લી-૦૫ કિ.રૂ.૧૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી સંજય નાગજીભાઇ સનુરા મોરબી વાંકાનેર હાઇવે જાંબુડીયા ખડીયા પરૂમાં પોતાના કબજા ભોગવટા વાળી ઓરડીમાં પ્લા.ના બાચકામાં આશરે ૨૫૦ મીલીની ક્ષમતાવાળી પ્લાની કોથળીઓ નંગ-૪૦ મળી કુલ કેફી પ્રવાહી પીણુ લીટર-૧૦ કિંમત રૂપીયા-૨૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. મોરબીમાં આરોપી રાજેશભાઈ ભીખુભાઈ કોટક બેલા (રંગપર) ગામ ની સીમ સી.એન.જી પંપ પાસે પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૭૫ દેશીદારૂ લી-૧૫ કિ.રૂ.૩૦૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. મોરબીમાં આરોપી અબ્દુલ હુશેન જંગીયા બેલા (રંગપર) ગામ ની સીમ લેકમી સીરામીક પાસે પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૮૦ દેશીદારૂ લી-૧૬ કિ.રૂ.૩૨૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી હુસેનશાહ મહમદશાહ શાહમદાર જેતપર હાઇવે રોડ પીપળી ગામની સીમ એસ્સાર પેટ્રોલ પંપની પાછળ પ્લાસ્ટીકના બાચકામા કેફી પ્રવાહી ૨૦૦ મીલીના માપની કોથળી નંગ-૪૫ દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી લી-૦૯ કિ.રૂ.૧૮૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. મોરબીમાં આરોપી ઉમેશભાઈ લોકચંદભાઈ ચંદાણી ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ તળાવ ની પાળ ઉપર પોતાના કબજામાં કેફી પ્રવાહી દેશીદારૂ લીટર-૦૫ કી.રૂ ૧૦૦/-નો વેચાણ અર્થે રાખી મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી સાગરભાઇ વશરામભાઇ દેકાવાડીયા નવાપરા સામે આશીર્વાદ પેટ્રોલપંપ પાછળ પોતાની પાસે કેફી પ્રવાહી ભરેલ દેશી દારૂ લીટર-૦૫ કિ.રૂ.૧૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખીને મળી આવ્યો હતો.

વાંકાનેરમાં આરોપી મરીયમબેન ઉર્ફે મમુ હબીબભાઈ વીકીયાણી ચંદ્ર્પુર નાલા પાસે ગુલશનપાર્ક કાચા રસ્તા પર દેશી દારૂ ની કોથળીઓ નંગ-૦૮ દેશી દારૂ લીટર-૦૨ કિ.રૂ.૪૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. વાંકાનેરમાં આરોપી નરેન્દ્રભાઇ ગુણવતભાઇ અજોલા ઝાલા હોસ્પિટલ સામે તાના કબ્જામાં દેશી દારૂ લીટર-૨ કિં.રૂ.૪૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી હાજર મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી રોશનબેન આમદભાઈ કટીયા હસનપર શક્તિપરામાં દેશી દારૂ ની કોથળીઓ નંગ-૧૨ દેશી દારૂ લીટર-૦૩ કિ.રૂ.૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી.

વાંકાનેરમાં આરોપી રતુબેન સોમાભાઇ માથાસુરીયા ઢુવા સનહાર્ટ સીરામીક પાછળ પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૨ કી. રૂ.૪૦/- નો રાખી મળી આવી હતી. વાંકાનેરમાં આરોપી ભુપતભાઇ તરશીભાઇ સોલંકી સીંધાવદર ગામે ખીજડીયાના બોર્ડથી આગળ પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૦૩ કી. રૂ.૬૦/- નો રાખી વેચાણ કરતી મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી રમેશભાઇ જક્સીભાઇ આકરીયા સીંધાવદર લીંબાપરા પાસે દેશી દારૂ લી. ૦૩ કિ. રૂ. ૬૦/- નો વેચાણ કરવાના ઈરાદે રાખી મળી આવ્યો હતો.

વાંકાનેરમાં આરોપી બેનર્જીબેન ઉર્ફે બેબી રફીકભાઇ ફીરોજભાઇ રાઠોડ તાના કબજામાં પ્લાસ્ટીકના બાચકામાં કેફી પ્રવાહી ભરેલ કોથળીઓ નંગ-૩૫ કેફી પ્રવાહી લી-૦૭ કી.રૂ. ૧૪૦/- નો રાખી રેઇડ દરમિયાન હાજર મળી આવી હતી. વાંકાનેરમાં આરોપી સવીતાબેન રમેશભાઇ માથાસુરીયા ઢુવા ગામની સીમ,ઇટાલીકા સીરામીક પાસે પરમીટ કે આધાર વગર દેશી દારૂ લીટર-૦૫ કિ.રૂ.૧૦૦/- નો વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્જામા રાખી મળી આવી હતી. વાંકાનેરમાં આરોપી ચીંતનભાઇ સુરેશભાઇ પરમાર ઢુવા-માટેલ રોડ અમરધામ પાસે પોતાના કબજામાં પ્લા.ના બાચકામાં આશરે ર૫૦ મી.લી. ની ક્ષમતાવાળી કેફી પ્રવાહી ભરેલ નાની નાની કોથળીઓ નંગ.૨૮દેશીદારૂ લીટર-૦૭ કી.રૂ.૧૪૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી.

ટંકારામાં આરોપી પરેશભાઇ નટુભાઇ વાઘેલા ઉગમણાનાકા પાસે પોતાના કબ્જામા કાપડની થેલીમા દેશી દારુ ૨૦૦ એમ.એલ.ની કોથળીઓ નંગ-૩૫ જે આશરે લીટર ૦૭ કિમત રૂ. ૧૪૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. ટંકારામાં આરોપી સુમીતાબેન પરેશભાઇ વાઘેલા ઉગમણા નાકા પાસે ક કાપડની થેલીમાં નાની પ્લા.ની આશરે ૨૦૦ મી.લી. દેશી દારુ ભરેલ નાની કોથળીઓ નંગ-૩૦ લીટર આશરે ૦૬ જેની કી.રુ. ૧૨૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. ટંકારામાં આરોપી અમરતબેન મનજીભાઇ વાઘેલા અમરાપર રોડ દેવીપુજકવાસ પાસે પોતાના કબ્જામા એક પ્લાસ્ટીકની થેલી માં નાની પ્લા.ની આશરે ૨૦૦ મી.લી. દેશી દારુ ભરેલ નાની કોથળીઓ નંગ-૨૫ લીટર આશરે ૦૫ જેની કી.રુ. ૧૦૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી.

માળીયામાં આરોપી વલીમામદ કરીમભાઈ મોવર માણાબા ગામના આગળ આવેલ કાસવા સીરામીક કંપની પાસે રોડની સાઇડમાં દેશી દારૂ જેવું કેફી પ્રવાહી પીણુ લીટર-૦૩ કિ.રૂ.૬૦/-નો મુદ્દામાલ પોતાના કબ્જામા રાખી મળી આવ્યો હતો. માળીયામાં આરોપી અબ્દુલભાઈ ઉર્ફે અબ્લો હબીબભાઈ જેડા જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર જવાના રસ્તા પાસે પોતાના કબ્જામા કેફી પ્રવાહી દેશી દારૂ લી-૦૪ કિ.રૂ.૮૦/-નો રાખી મળી આવ્યો હતો. માળીયામાં આરોપી દિલીપભાઇ અરજણભાઇ રાઠોડ મોટાભેલા ગામે સ્મશાન પાસે પોતાના કબ્જામા વેચાણ કરવાના ઇરાદે દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી લી-૦૨ કિ.રૂ.૪૦/- નો રાખી મળી આવ્યો હતો.

માળીયામાં આરોપી જુમાભાઇ સોકતભાઇ મેર નીરૂબેમન નગર ગામના પાટીયા પાસે પોતાના કબ્જામાંકેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ-૮૦દેશી દારૂ લી.૨૦ કિ.રૂ.૪૦૦/-નો વેચાણ કરબાના ઇરાદે પોતાના કબ્જામા રાખી મળી આવ્યો હતો.માળીયામાં આરોપી જાવેદભાઇ ગુલામભાઇ જેડા જુના રેલ્વે સ્ટેશન રોડ વાડા વિસ્તારમાં પોતાના કબ્જામાંકેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ-૨૫દેશી દારૂ લી.૦૫ કિ.રૂ.૧૦૦/-નો પોતાના કબ્જામા રાખી મળી આવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat