કારમાં બે પશુઓને કતલખાતે લઇ જતા ૨ ઇસમોને પોલીસે ઝડપ્યા

વાંકાનેરના ભેરડા પાસે બે પશુઓને કારમાં કતલખાને લઈ જતા બે શખ્સોને વાંકાનેર પોલીસે ઝડપી પાડ્યા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ વધુ એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના ભેરડા ગામના પાટિયા પાસેથી બે પશુઓને નિર્દયતા પૂર્વક કારમા રાખીને કતલ કરવાના ઈરાદે હેરાફેરી કરતા ભરત પોપટ પરમાર , રવિ નાગજી સિંધવને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ વધુ એક આરોપી પોપટ મારાજ પરમારનું નામ ખુલતા વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat