Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના વીરપર ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ટીમ ત્રાટકી

 

વાંકાનેર તાલુકાના વીરપર ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો કરીને દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો, ભઠ્ઠીના સાધનો સહિતનો મુદામાલ જપ્ત કરીને આરોપીને ઝડપી લીધો છે

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન વીરપર રાતાવીરડા રોડ પર તળાવ પાસે ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળી હતી જે બાતમીને પગલે ટીમે દરોડો કરતા સ્થળ પરથી પોલીસે દેશી દારૂ ૨૦ લીટર, દેશી દારૂ ઠંડો ૮૦ લીટર, ગરમ આથો ૧૦૦ લીટર, ઠંડો આથો ૬૦૦ લીટર તેમજ ભઠ્ઠી ગાળવાના સાધનો મળીને કુલ રૂ ૬૦૬૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી માવજી સામત ડાંગરોચા રહે વીરપર તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat