Billboard ad 1150*250

મોરબીમાં નશીલા દ્રવ્યોની ખેપ ઉતારે તે પૂર્વે જ પોલીસ ત્રાટકી, ૨૧ કિલો ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો

0 412
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સુરતથી ટ્રાવેલ્સમાં આવેલ ગાંજાના પાર્સલ સાથે શખ્શને દબોચી લેવાયો

Post ad 2

        મોરબીના યુવાનોને નશાની લત લગાડી યુવાધનને બરબાદ કરવા માટે અસામાજિક તત્વો કાર્યરત હોય અને સુરતથી નશીલા દ્રવ્યોનું પાર્સલ મંગાવ્યું હોય જે ગાંજાનું પાર્સલ લેવા મોરબી આવેલ શખ્શને એલસીબી ટીમે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે   

        રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહ અને એસપી ડો કરનરાજ વાઘેલાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજા ટીમના હિતેન્દ્રસિંહ ચુડાસમા અને નંદલાલ વરમોરાને બાતમી મળી હતી કે લાતીપ્લોટ શેરી નં ૦૬ માં આવેલ શ્રીજી ટ્રાવેલ્સ ઓફિસમાં સુરતથી આવેલ ગાંજાનું પાર્સલ જે મોરબીના આમદ સતારભાઈ મેમણએ મંગાવેલ હોય જેની ડીલીવરી લેવા આવેલ શખ્શ જુબેર અબ્દુલ મન્સૂરી પિંજારા રહે મોરબી મેમણ શેરી, વાળાને ઝડપી લઈને ૨૧ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કીમત રૂ ૧,૨૧,૪૭૦ તેમજ મોબાઈલ સહીત કુલ રૂ ૧,૨૧,૯૭૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને અન્ય આરોપી આમદ સતારભાઈ મેમણ રહે મોરબી ગ્રીન ચોક પાસે વાળા સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

        એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમના એએસઆઈ હિતેન્દ્રસિંહ ચુડાસમા, દિલીપભાઈ ચૌધરી, જયવંતસિંહ ગોહિલ, કૌશીકભાઈ મારવાણીયા, નંદલાલભાઈ વરમોરા, ભગીરથસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, નીરવભાઈ મકવાણા, ભરતભાઈ મિયાત્રા, દશરથસિંહ પરમાર, હરેશભાઈ સરવૈયા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઈ જીલરીયા, યોગેશદાન ગઢવી, સતીષભાઈ કાંજીયા, તેમજ એસઓજી ટીમના શંકરભાઈ ડોડીયા સહિતની ટીમે કામગીરી કરી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat