Billboard ad 1150*250

માળિયાના સુરજબારી પાસે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે પોલીસનો “વિસામો”

0 131
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત માતાના મઢ જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ માળિયા પોલીસે સુરજબારી પાસે “વિસામો” સેવાકેમ્પ કાર્યરત કર્યો છે જેથી પદયાત્રીઓ આરામ કરી સકે તે ઉપરાંત પદયાત્રીઓને અકસ્માતોથી બચાવવા માટે પોલીસ દ્વારા પદયાત્રીની બેગમાં રીફ્લેકટર પણ લગાવાશે જેથી રીફ્લેકટરને પગલે પદયાત્રીઓ અંગે વાહનચાલકોને પણ અંધારામાં માલૂમ પડે અને અકસ્માતોના બનાવો અટકાવી સકાય.

        માતાના મઢ લાખો પદયાત્રીઓ નવરાત્રી દરમિયાન જતા હોય છે અને પદયાત્રીઓ રાત્રીના સમયે વધુ ચાલતા હોય જેથી અકસ્માતો નિવારી સકાય તે માટે પોલીસે સૂચનો આપ્યા છે જેમાં રાત્રીના સમયમાં ૧૦ ફૂટના અંતરે એક લાઈનમાં ચાલવાનું રાખવું, એકીસાથે સમુહમાં ચાલશો નહિ. રાત્રીના સમયે ચાલતી વખતે બેટરી ટોર્ચનો ઉપયોગ કરવો, બેગ અને લાકડીમાં રીફ્લેકટર રેડીયમ લગાવવા, ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો અને જ્યાં ત્યાં કચરો ના ફેકીને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરી છે તેમજ પોલીસની મદદ માટે મોરબી જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નં ૦૨૮૨૨ ૨૪૩૪૭૮ અને માળિયા પોલીસ સ્ટેશન ફોન નં ૦૨૮૨૯ ૨૬૬૭૩૩ પર સંપર્ક કરવા જણાવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat