


મોરબી શહેર અને આસપાસના હાઈવે જાણે કે અકસ્માત ઝોન બની રહ્યા હોય તેમ અનેક અકસ્માતો સર્જાતા હોય છે તો તાજેતરમાં મોરબીના પાડાપુલ પર બાઈક પર જતા બે પોલીસકર્મીને અકસ્માતમાં ઈજાઓ પહોંચી છે.
મોરબી શહેરમાંથી સામાકાંઠે જવા માટેના એકમાત્ર પાડાપુલ પર દિવસભર ટ્રાફિક રહેતો હોય છે જે પાડાપુલ પરથી બાઈકમાં જઈ રહેલા પોલીસ કર્મચારી ભાવેશભાઈ ગઢવી અને દશુભા જેઠવાના બાઈકને પાછળથી અન્ય બાઈકચાલકે ઠોકર મારતા બને પોલીસ કર્મચારીઓ ફંગોળાઈ ગયા હતા જેમાં ભાવેશ ગઢવીને ગંભીર હાલતમાં રાજકોટ જયારે અન્યને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બંને પોલીસકર્મીઓ તાલુકા પોલીસમાં ફરજ બજાવતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

