Billboard ad 1150*250

મોરબીમાં શંકાસ્પદ ૧૬ મોબાઈલ સાથે ત્રણ ઈસમોને પોલીસે ઝડપ્યા

0 173
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

૧૬ મોબાઈલ અને બાઈક સહિતનો મુદામાલ કબજે લીધો

        મોરબી તાલુકા પોલીસની ટીમ આજે તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રિપલ સવારી બાઈક પર નીકળેલા ત્રણ શખ્શો પાસેથી મોબાઈલનો શંકાસ્પદ જથ્થો મળી આવતા મુદામાલ કબજે લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે

        મોરબી તાલુકા પીએસઆઈ એમ વી પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ ટીમના ડી એચ બાવળીયા, રમેશભાઈ મુંધવા, અમિતભાઈ વાંસદડિયા, ભરતદાન દેથા, ચંદ્રસિંહ પઢીયાર, હિતેશભાઈ ચાવડા, કિર્તીસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગ દરમિયાન પાવડીયારી બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક સિલ્વર કલરનું મોટરસાયકલ રંગપરથી આવતા તેને રોકીને જીજે ૧૩ આરઆર ૧૩૫૩ નંબરપ્લેટ લગાવેલ હોય જેના કાગળો બાબતે પૂછતાં ગલ્લા તલ્લા કરતા બાઈકમાં સવાર શખ્શો પાસે રહેલા થેલામાં વિવિધ કંપનીના ૧૬ મોબાઈલ કીમત રૂ ૧૨,૫૦૦ મળી આવતા તેના બીલો નહિ હોવાનું જાણવા મળતા બાઈક સવાર દેવરાજ જુગાભાઇ દેગામાં રહે ચીખલી તા. માળિયા, શેખર ચંદુભાઈ નગવાડીયા કોળી રહે ચીખલી તા. માળિયા અને રફીક અકબર પારેડી રહે ચીખલી તા. માળિયા વાળાને અટકાયત કરીને શંકાસ્પદ મોબાઈલ જથ્થો અને બાઈક કીમત રૂ ૧૫ હજાર સહિતનો મુદામાલ કબજે લીધો છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat