Billboard ad 1150*250

મોરબી-વાંકાનેરમાં દારૂની રેલમછેલ, ત્રણ સ્થળે દરોડામાં પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો

0 214
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે દેશી દારૂ સાથે ત્રણને ઝડપ્યા

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયાની ટીમના રમેશભાઈ અને ભગીરથભાઈ સહિતની ટીમે બાતમીને આધારે લખધીરપુર રોડ પર પલ્સર સિરામિક પાસેથી આરોપી ભુરાભાઈ માધાભાઈ શિયાળ રહે સો ઓરડી મોરબી-૨, મોશીન મહમદ ચાનીયા રહે સો ઓરડી અને નબીભાઈ ઉસ્માનભાઈ મકરાણી રહે સો ઓરડી મોરબી-૨ એમ ત્રણને ઝડપી લઈને દેશી દારૂ લીટર ૭૫ કીમત રૂ ૧૫૦૦ અને મોટરસાયકલ કીમત રૂ ૩૦ હજાર સહીત કુલ ૩૧૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી મહેશ જીવણ શિયાળ રહે સો ઓરડી મોરબી-૨ વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Post ad 2

વાંકાનેરના ભેરડા નજીકથી બુલેટ અને દારૂ સહિતનો મુદામાલ પોલીસે ઝડપ્યો

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની ટીમના પીએસઆઈ બી ડી પરમાર, વિજયભાઈ નાગજીભાઈ બાર, ચમનભાઈ ડાયાભાઇ, મુકેશભાઈ હકુભાઈ, શિવરાજસિંહ ઇન્દ્રસિંહ સહિતની ટીમ વાહનચેકિંગમાં હોય દરમિયાન લુણસર તરફથી એક બુલેટ ડબલ સવારીમાં નીકળતા તેનો પીછો કરીને ભેરડા ગામ પાસે બુલેટ અને કાપડનો થેલો મૂકી બે શખ્શો નાસી ગયા હતા જે બુલેટમાં રહેલા થેલાની તપાસકર્તા ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૨૩ કીમત રૂ ૬૯૦૦ નો મુદામાલ મળી આવતા દારૂ અને બુલેટ સહીત કુલ રૂ ૧,૦૬,૯૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને નાસી ગયેલા શખ્શોને શોધવા તપાસ ચલાવી છે

મોરબીના નવલખી રોડ પરથી કારચાલક દારૂની બોટલ સાથે ઝડપાયો 

        મોરબી એલસીબી ટીમ નવલખી રોડ પર પેટ્રોલિંગમાં હોય દરમિયાન સેન્ટ મેરી સ્કૂલ પાસેથી પસાર થતી વરના કાર નં જીજે ૦૩ ડીજી ૭૪૫૫ ને આંતરી તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવતા એલસીબી ટીમે આરોપી રવિ દેવદાન ડાંગર રહે અમૃતપાર્ક શેરી નં ૦૫ સેન્ટમેરી સ્કૂલ પાછળ મોરબી વાળાને ઝડપી લઈને કાર અને દારૂ સહીત કુલ ૧,૫૦,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી સાગર ધીરૂભાઈ ચાવડા રહે મોરબી-૨ યમુનાનગર શ્રદ્ધાપાર્ક પાછળ વાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat