


મોરબીના શનાળા રોડ પર ગત રાત્રીના સમયે એક ઇસમ બીભત્સ ચેનચાળા કરતો હોય જેને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ રાત્રીના સમયે પેટ્રોલિંગમા હોય જે દરમિયાન શનાળા રોડ પર જીઆઈડીસી નજીક એક શખ્શ રજાક આદમ સુમરા (ઊવ ૨૦) રહે. લાતીપ્લોટ મોરબી વાળો રોડ પરથી પસાર થતી મહિલાઓને હાથના ઈશારા વડે બીભત્સ ચેનચાળા કરતો હોય જેને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

