મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને રંગપર ગામે સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરાશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        આગામી ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ મોરબી ખાતે શહેર તેમજ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવાનું શહેર તેમજ તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજન ગોઠવવામાં આવ્યું છે.

        મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ ઉજવણીના આયોજન માટે તાજેતરમાં યોજાયેલ બેઠકમાં મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ તેમજ તાલુકા કક્ષાનો રંગપર મુકામે થનાર ઉજવણીનું સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારોને કામગીરીના નિર્દેશ આપી આન-બાન-શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાબતે ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી.

        સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે ફલેગમાર્ચ, પરેડ, વિવિધ પ્લાટુન આયોજન, સાફ-સફાઇ,વૃક્ષારોપણ કામગીરી, જાહેર જનતા માટે પાણીની વ્યવસ્થા, પાર્કિગ, સુશોભન, મેડીકલ ટીમ વિગેરે આનુષાંગિક કામગીરીના નિર્દેશો આપી દરેક વિભાગોને તેમના હસ્તક થયેલ સારી કામગીરી કરનારા કર્મચારી-અધિકારીઓના સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રભાત ફેરી, પોલીસ બેન્ડ, ફાયર-ફાયટર સહિત વીજ પૂરવઠો જાળવવા સહિતની વિવિધ વિભાગોને કામગીરીની સૂચનાઓ આપી હતી.

        બેઠકમાં આગામી ૧૪મી ઓગષ્ટના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વ રીહર્સલ યોજવાનું નકકી કરાયું હોવાનું જણાવી તમામ વિભાગોના અધિકારીઓને ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી હતી.

        આ ઉપરાંત આ પર્વ નિમિત્તે દેશભક્તિ તેમજ ભાતીગળ સંસ્કૃતિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો શાળા તેમજ કોલેજના સંકલનમાં રહી વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજૂ થાય તે અંગે પણ આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.

        બેઠકમાં મોરબી શહેર મામલતદાર જી.એચ. રૂપાપરા, મોરબી ગ્રામ્ય મામલતદાર ડી.જે. જાડેજા, મોરબી પાલિકા ચીફ ઓફિસર એસ.આર. રાડીયા, એ ડીવીઝન પીઆઇ આર.જે..ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર આર.એન. કોટડીયા, આર.આર. પટેલ, એફ.આર. બગથરીયા, હિતેશભાઇ આદ્રોજા, જે.કે. ગોહેલ, સી.સી. ઘેટીયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat