



મોરબી ના સુપર ટોકીઝ પાસેથી આજે બપોરના સમયે અંદાજે ૨ વર્ષ નું બાળક મળી આવેલ છે જેની જાણ એ-ડીવીઝન પોલીસ ને જાણ થતા તેને હાલ પોલીસ સ્ટેશન લાવ્યા છે આ બાળક સતત રડી રહ્યું છે અને પોલીસ પણ તેના વાલીઓનો સમ્પર્ક કરવા માટે પ્રયાસો કરી રહી છે જો કોઈ આ ફોટો વાળા બાળકને ઓળખતા હોય તો તુરતું જ એ-ડીવીઝન પોલીસ સ્ટેસન ના ૦૨૮૨૨- ૨૩૦૧૮૮ આ નમ્બર પર સમ્પર્ક કરવા પોલીસ દ્વારા જાણવામાં આવ્યું હતું. આ મામલે જાહેર જનતાને અપીલ કરવા ઉપરાંત એ ડીવીઝન પી.આઈ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પોલીસે પણ તપાસ ચલાવી હતી જેમાં બાળકની માતા બી.પી.ની તફ્લીક હોવાથી તેઓ સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવ્યા હતા ત્યારે તેના ત્રણ પૈકીનું આ બાળક વિખૂટું પડી ગયું હોવાનું જાણવા મળતા તુરંત પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી જ્યાં માતા સાથે બાળકનું સુખદ મિલન કરાવ્યું હતું તો પોતાનું ખોવાયેલું બાળક પરત મળી આવતા માતાએ પોલીસની ટીમનો અને એ ડીવીઝન પી.આઈ.ઓડેદરાનો આભાર વ્યક્ત કર્યો હતો.

