



મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં મોરબી અને ટંકારામાંથી 4 ઈસમો ઝડપાયા છે.
પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી નવઘણ ભીમજીભાઇ સનુરા રોટરીનગરની સામે એસાર અગોલા પેટ્રોલપંપ પાસે પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૫૫ દેશીદારૂ લી-૧૧ કિ.રૂ.૨૨૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો બીજા કિસ્સામાં મોરબીમાં આરોપી આરોપી નરશીભાઇ બાબુભાઇ વાઘેલા રંગપર ગામની સીમ રામદુત પેટ્રોલપંપ સામે પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૩૫ દેશીદારૂ લી-૦૭ કિ.રૂ.૧૪૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો
ત્રીજા કિસ્સામાં મોરબીમાં આરોપી પેથા સિધ્ધરાજભાઇ હમીરપરા શાપર ગામની સીમમાં આલ્ફાન્સો સિરામીક પાસે પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૪૫ દેશીદારૂ લી-૦૯ કિ.રૂ.૧૮૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. ચોથા કિસ્સામાં ટંકારામાં આરોપી ભરત દેવજીભાઈ જખાણીયા ખાખરા ગામે દેશીદારૂ ની નાની પ્લા ની કોથળી નંગ ૪૦ જે આશરે લીટર ૦૮ કિ.રૂ ૧૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જા મા રાખી મળી આવ્યો હતો.
આ ચારેય કિસ્સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

