



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના ત્રાજપર વિસ્તારમાં ભાઈને વિકલાંગ કહેવા બાબતે મારામારી થઇ હતી જેમાં યુવાનને ઢોર માર મારવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર માં મોત થયા બાદ બનાવ હત્યામાં પરિણમ્યો હોય જે બનાવ અંગે ગુન્હો નોંધાયા બાદ પોલીસે બંને આરોપીની અટકાયત કરી છે
મોરબીના ત્રાજપર રામજી મંદિર નજીક રહેતા સોમીબેન ધોધાભાઈ વરાણીયાએ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સોમીબેનના દીકરા ઈજા પામનાર સાહેદ શંકરભાઈ ધોધાભાઈ વરાણીયા (ઉ.૩૦) વાળાએ આરોપી જયેશભાઈ જીવનભાઈ અદગામાના ભાઈ ખોડાભાઈ જીવનભાઈ કે જેઓ અપંગ હોય તેઓની મશ્કરી કરતા આરોપી જયેશભાઈ જીવનભાઈ અદગામા, પ્રવીણભાઈ ઉર્ફે જગમાલભાઈ અદગામાને સારું નહિ લાગતા બંને આરોપીઓએ સાહેદ ઈજા પામનાર શંકરને કહેલ કે મારાભાઈને હેરાન કરશ તેમ કહી ગાળો આપી લાકડાના ધોકા તથા લોખંડના પાઈપ વડે આડેધડ માથામાં તથા શરીરે માર મારી માથામાં જીવલેણ ઈજા કર્યાની ફરિયાદ સોમીબેનએ બી ડીવીઝન પોલીસમાં નોંધાવી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ બી ડીવીઝન પી.આઈ. આઈ.એમ.કોંઢિયા ચલાવી રહ્યા હતા અને બંને આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે



