મોરબીના એલ ઈ કોલેજના વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા હેરાનગતિ, કલેકટરને આવેદન

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીની એલ ઈ કોલેજના વિદ્યાર્થીઓને રાત્રીના સમયે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યા હોય જે મામલે જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે

        મોરબીની એલ ઈ કોલેજના વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે તેઓ એલ ઈ કોલેજમાં અભ્યાસ કરે છે તેમજ એનવીપી હોસ્ટેલમાં રહે છે અમુક વિદ્યાર્થીઓને હોસ્ટેલ ફાળવવામાં આવી નથી જે અંગે કોલેજ મેનેજમેન્ટને અગાઉ રજૂઆત કરી છે છતાં રહેવા માટે કોઈ જ વ્યવસ્થા થઇ નથી

        વિદ્યાર્થીઓ બહાર ગામના વતની હોય અને મોરબી અભ્યાસ અર્થે આવતા હોય જેથી સીનીયર વિદ્યાર્થીઓએ મદદ કરવાના હેતુથી રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી છે આ હોસ્ટેલમાં જાળવણી પેટે કોઈ જ વ્યવસ્થા થતી ના હોવાથી મેનેજમેન્ટ માટે ખર્ચ પણ આપતા હોવાનું જણાવ્યું છે હાલ પરીક્ષા ચાલતી હોય અને રાત્રીના અઢી વાગ્યાની આસપાસ કોલેજના પ્રોફેસર કે એફ ભેટારીયા bi ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો સાથે હોસ્ટેલ ખાતે આવ્યા હતા અને હોસ્ટેલના બારણા તોડી મોટરસાયકલની હવા કાઢી bi ડીવીઝન પોલીસ મથકે લઈ ગયા હતા હાલ પરીક્ષા ચાલતી હોવા છતાં વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવ્યા હોય અને કોલેજના પ્રોફેસર દ્વારા પરેશન કરવામાં આવતા હોય જેથી યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે  

Comments
Loading...
WhatsApp chat