


મોબાઈલ ફોન એ આજની જીવનશૈલીનો એક ભાગ છે. હવે તો મોબાઈલ વાતચીત કરવા ઉપરાંત અનેક રીતે ઉપયોગી થાય છે. લોકોના ઘણાં ખરા કામ ઘર બેઠા મોબાઈલથી જ થઈ જાય છે. ત્યારે પ્રજાજનોના કિંમતી મોબાઇલફોન કે જે ચાલુ વાહન પડી ગયેલ, પબ્લીક ટ્રાન્સપોટેશનમાં ભુલાઇ ગયેલ હોય કે કોઇ ચિજ વસ્તુની ખરીદી કરતી વખતે દુકાન, લારી ખાતે ભુલી ગયેલ હોય તેવા મોબાઇલફોન પરત મળવા સારૂ નાગરીકો પોલીસમાં અરજી કરે છે. ત્યારે આ અરજીને ધ્યાને લઈને મોરબી એલ.સી.બી. તથા મોરબી તાલુકા પોલીસ દ્વારા ટેકનીક માધ્યમ તથા ફિલ્ડવર્ક કરીને મોરબીવાસીઓના ખોવાયેલા રૂ.૧૦ લાખથી વધુની કિંમતના ૬૬ મોબાઈલ ફોન શોધી તેમને પરત કરવામાં આવ્યા હતા.
જેમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા ૨૪ નંગ મોબાઇલ ફોન કિમત રૂ. ૩,૬૦,૦૦૦ તથા મોરબી એલ.સી.બી. દ્વારા ૪૨ નંગ મોબાઇલ ફોન કિમત રૂ. ૬,૯૫,૦૪૧ મળી કુલ ૬૬ નંગ મોબાઇલ ફોન જેની કુલ કિમત રૂ. ૧૦,૫૫,૦૪૧ થતી હોય તે મોબાઇલો શોધી કાઢીને મૂળ માલિકને પરત કર્યા હતા અને પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિને પણ સાર્થક કરી હતી. આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસના કે. એ. વાળા અને એ.ડી.જાડેજા, તથા એલ.સી.બી. પોલીસના ડી.એમ.ઢોલ પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, તથા મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ જોડાયેલા હતા.