ટંકારામાં ગ્રામ પંચાયત ચુંટણીને પગલે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

 

ટંકારા ગામ પંચાયતની ચૂંટણીને લઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદારો મતદાન કરી સકે તેવા હેતુથી ટંકારા પોલીસે શહેરના રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ યોજી હતી

જે ફ્લેગ માર્ચ શહેરના પ્રવેશદ્વાર દેરી નાકાથી શરુ કરવામાં આવી હતી અને બાદમાં મેઈન બજાર, દયાનંદ સરસ્વતી ચોક, નાગરનાકા, સોસાયટી વિસ્તારમાં ફરી હતી ફ્લેગ માર્ચમાં ટંકારા પીએસઆઈ બી ડી પરમાર, મહિલા પીએસઆઈ તેમજ સ્ટાફના જવાનો અને હોમગાર્ડના જવાનો મળીને ૧૦૦ જેટલા જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી

Comments
Loading...
WhatsApp chat