Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, જાણો કેટલા વાહનચાલકો દંડાયા ?

મોરબી પંથકમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ દ્વારા ગત રાત્રીના ટ્રાફિક ડ્રાઈવ હેઠળ ફૂલ સ્પીડે વાહન ચલાવતા, નશો કરીને વાહન ચલાવતા તેમજ અન્ય નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી બન્નો જોષીની રાહબરી હેઠળ ગત રાત્રીના સમયે મોરબી ડીવીઝન વિસ્તારમાં દરેક પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક ડ્રાઈવ ગોઠવી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને દંડ કર્યા હતા જે ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસ સ્ટેશન અધિકારીઓ દ્વારા કુલ ૬૮૫ વાહનચાલકોને ચેક કરવામાં આવ્યા હતા

જેમાં વધુ સ્પીડે વાહન ચલાવતા ૧૬ ઈસમો, અડચણરૂપ રાખેલ ૧૧ વાહનચાલકો, તેમજ કૈફી દ્રવ્ય પીધેલ ૧ ઇસમ વિરુદ્ધ અને વાહનના જરૂરી દસ્તાવેજો સાથે નહિ રાખેલ ૨૪ વિરુદ્ધ કેસો કરવામાં આવેલ તેમજ અન્ય ટ્રાફિક યમ ભંગના મળી કુલ ૩૪૨ વાહનચાલકોને સ્થળ પર જ રૂપિયા ૫૦,૪૫૦ નો સમાધાન શુલ્ક વસુલ કરવામાં આવ્યો હતો

 

Comments
Loading...
WhatsApp chat