યુવાનના અપહરણ મામલે પોલીસે ૫ આરોપીઓની અટકાયત કરી

માધાપર વિસ્તારમાં રહેતા યુવાન પર પ્રેમ સંબધનો ખાર રાખી તેનું અપહરણ કરી, ઝાડ સાથે બાંધી, મારમારી જાનથી મારી નાખવાની ધમકી બનાવમાં કુલ દસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાય હતી જે મામલે પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મળતી વિગત મુજબ મોરબીના માધાપર શેરી નં-૨૦માં રહેતા સુનીલ નવધણભાઈ ડાભીને તે જ વિસ્તારમાં રહેતા કાનજી રામજી પરમારની પુત્રી સાથે પ્રેમ સંબધ હોય જેનો ખાર રાખી નંદલાલ ઘનજીભાઈ પરમાર, મહાદેવ ઘનજીભાઈ પરમાર, વલ્લભ ધરમશીભાઈ હડીયલ, કે.કે. પરમાર એનો ભાઈ અને બીજા અજાણ્યા માણસોએ તેનું ગઈકાલે વાવડી રોડ પરથી અપહરણ કરી ગોર ખીજડીયા ગામની સીમમાં નંદલાલ ઘનજીભાઈ પરમારની વાડીએ લઇ જઈને ત્યાં કાનજી રામજી પરમાર સહિત એમ ૧૦ આરોપીઓએ એક સંપ કરી સુનીલને ધોકા અને રબ્બરના ટ્યુબ વડે મારી બંને પગમાં, હાથ અને શરીરે ઈજાઓ કરી ઝાડ સથે બાંધી મારમારી ગાળી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે સુનીલે મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ યુવાનનું અપહરણ, મારામારી અને ધમકી સહીતના ગુન્હા નોંધી વધુ તપાસ પી.આઈ.આર.એ.ચૌધરી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી અને રાત્રીના કુલ પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે જેમાં કાનજી રામજી પરમાર, નંદલાલ ઘનજી પરમાર, મહાદેવ ઘનજી પરમાર, વિનોદ પરમાર અને વલ્લભને ઝડપી પાડ્યા છે.

Comments
Loading...
WhatsApp chat