Billboard ad 1150*250

મોરબીમાં ગટર સમસ્યા લીધે ચક્કાજામ કરનાર લોકોને પોલીસે ડીટેન કર્યા

0 358
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા બે માસથી ગટરના પાણી ભરાયેલા હોય અને હાલમાં પડેલા વરસાદના લીધે પરિસ્થતિ વધુ ખરાબ બની હતી જેમાં પાલિકા તંત્ર દ્વારા તો પણ દરકાર લેવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો  મોટી સંખ્યામાં તે વિસ્તારના રહીશો d વાર માધાપરના નાકા પાસે અને  જડેશ્વર મદિર વાળા રોડ પર ચક્કાજામ કર્યો હતો જેથી પોલીસ પણ દોડી આવી હતી અને ઘણી સમજાવટ કરવા છતાં કલાકો સુધી મામલો થાળે પડ્યો ન હતો અંતે પોલીસે ચકાજામ કરી રહેલા લોકોને ડીટેન કરવાની ફરજ પડી હતી અને પછી મામલો શાત પડ્યો હતો

       મોરબીના માધાપર વિસ્તારમાં પાલિકા તંત્રના પાપે ગટર ઉભરાવવાની ભયંકર સમસ્યા સર્જાય છે .છેલ્લા બે માસથી ગટર ઉભરાતી હોય અને બે દિવસ પેહલા પડેલા વરસાદથી ગટરની ગંદકીથી રહેવું મુસ્કલે બન્યું હતું જેથી અને તંત્ર પણ કોઈ દરકાર ન લીધે જેથી તે વિસ્તારના લોકોએ અંતે કંટાળી ને તે વિસ્તારમાંથી પસાર થતા  મુખ્ય માર્ગો ચક્કાજામ કર્યા હતા

મોરબીના માધાપર વિસ્તારમાં ગટરની ઉભરાતી ભયકર ગંદકીના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા . તંત્રના પાપે ગટરની સમસ્યા હદ બહારની વકરતા સ્થાનિક લોકોની આકરી કસોટીનો આજે અંત આવી ગયો હતો અને ધીરજ ગુમાવતા આજે મોટી સંખ્યામાં લોકોએ માધાપર વિસ્તારના નાકા તેમજ જડેશ્વર મંદિર પાસે મેઈન રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો.જેથી પોલીસ દોડી આવી હતી અને  મામલો થાડે પાડવા પ્રયાસ કર્યો પણ લોકો રોષ વધુ હોવાથી પોલીસે કાયદો વ્યવસ્થા જાળવા ચકાજામ કરનાર ૪૩ લોકોને ડીટેન કર્યા હતા તો પાલિકા પ્રમુખ કેતન વિલપરા એ કહ્યું હતું કે ત્રણ દિવસમાં પ્રશ્નો નિકાલ કરી આપીશ

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat