મોરબી પોલીસે જુદી-જુદી જગ્યા દરોડા પાડી જાહેરમાં વરલીના આકડા લેતા ઝડપાયા

મોરબી એ ડીવીઝન પોલીસે ખાનગી બાતમીના આધારે શનાળા રોડ,ભક્તિ નગર પાસે બાતમી વળી જગ્યા પર રેડ કરતા ત્રણ શખ્સો જાહેરમાં વરલી મટકાના આકડાનો જુગાર રમાડી રહેલા દિલાવર આબ્બાસ શેખ રહે-વાવડી રોડ,દિલાવર રમજુભાઇ બેલીમ રહે-જોન્સનગર,અને જુસબ હુસેન મિયાણા રહે-જોન્સનગર ને પકડી પડ્યા હતા.તેની પાસેથી ૩ મોબાઈલ કિ. રૂ.૨૫૦૦,રોકડ રૂ.૭૬૧૦,પ્લસર મો.સા.જીજે-૩૬-ડી-૨૭૧૫ કિ.રૂ.૩૦૦૦૦ અને સ્પલેન્ડર મો.સા.જીજે-૦૩-એ.આર.૫૨૭૬ કિ.રૂ.૨૫૦૦૦ મળીને કુલ રૂપિયા ૬૫૧૧૦ના મુદામાલ સાથેઝડપી પડ્યા હતા.તથા અન્ય એક આરોપી નાશી છુટ્યો હતો.પોલીસએ ગુનો નોધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.તેમજ મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એલ.ઈ.કોલેજ પાસે એક શખ્સ મોબાઈલ પર પોતાના ગ્રાહકોને વરલી આકડાનો જુગાર રમાડી રહ્યો હતો.જેમાં આરોપી આરીફ યાકુબભાઈ કચ્છી(મેમણ)ને પોતાના એકટીવા પર મોબાઈલ ફોન પર વોટસઅપ ઉપર આરોપી રજુભાઈ નામન ઇસમને હારજીતના પૈસા લઈને જુગાર રમાડતો આરીફ યાકુબભાઈ કચ્ચીને મોબાઈલ નંગ ૨ કિ.રૂ.૧૫૦૦,રોકડ રૂ.૧૪૮૮૦ અને એકટીવા મો.સા.નંબર જીજે ૩૬ સી ૨૪૭૨ કિ.રૂ.૪૦૦૦૦ કુલ મળીને રૂ.૫૬૩૮૦ના મુદામાલ સાથે પકડી પડ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat