મોરબીના પાવડીયારી કેનાલમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા પોલીસે તપાસ ચલાવી

 

મોરબી તાલુકાના કેરાળા ગામની સીમમા ખાલી કેનાલમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોય જેથી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે તેમજ મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે

 

મોરબી તાલુકાના પાવડીયારી કેનાલ અને  મોરબી-માળિયા હાઈવે રોડ વચ્ચે કેનાલ પર કેરાળા ગામની સીમમાં ખાલી કેનાલમાંથી આશરે ૩૦ વર્ષની અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો છે જે મામલે તાલુકા પોલીસને જાણ થતા મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે જે મૃતક સ્ત્રીના હાથમાં હિન્દીમાં રમસુભાઈ અને અનીતિબેન ત્રોફાવેલ છે મૃતકની ઓળખ થઇ સકી નથી જેથી પોલીસે મૃતકની ઓળખ મેળવી વાલીવારસની શોધખોળ ચલાવી છે તેમજ મહિલાનું મોત ક્યાં કારણોસર થયું તે દિશામાં વધુ તપાસ ચલાવી છે મૃતક અંગે કોઈ માહિતી મળે તો તાલુકા પોલીસ સ્ટેશન નંબર ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat