મોરબીમાંથી વધુ બે બાઈક ચોરી થયાની પોલીસ ફરિયાદ

મોરબી પંથકમાં વાહનચોર ગેંગનો તરખાટ યથાવત છે અને વધુ બે સ્થળેથી મોટરસાયકલ ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

મોરબીના સામાકાંઠે આવેલી અમૃતપાર્ક સોસાયટીના રહેવાસી નીતિનભાઈ ચંદુભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું મોટરસાયકલ નં જીજે ૩૬ ડી ૨૯૫૬ કીમત ૨૫૦૦૦ વાળું ગુરુકૃપા હોટલ પાસેથી ચોરી થયું છે જયારે મોરબીના વિસીપરા વિસ્તારના રહેવાસી સધીક્ભાઈ સુમરાનું મોટરસાયકલ નં જીજે ૩૬ કે ૫૧૦૬ કીમત ૩૦,૦૦૦ અજાણ્યા ઈસમો ચોરી ગયાની ફરિયાદ નોંધાવી છે પોલીસે બંને મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat