Billboard ad 1150*250

વાંકાનેરમાં સામે કેમ જુએ છે કહીને માર માર્યાની પોલીસ ફરિયાદ

0 211

વાંકાનેરના વાંઢા લીમડા ચોક વિસ્તારમાં નાજીકવી બાબતે બે યુવાનો બાખડ્યા હતા જેમાં એક ઇસમેં યુવાનને લોખંડ પાઈપ વડે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના પંચાસર રોડ પર રામકૃષ્ણનગરના રહેવાસી ઈશ્વરભાઈ ભરતભાઈ ઘરોડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે મોટરસાયકલ લઈને કારખાનેથી જમવા જતો હોય ત્યારે વાંઢા લીમડા ચોક પાસે આરોપી ગોરધન ઉર્ફે ગોધો ગોવિંદ ઈટોદરા ઉભો હોય અને ઈશ્વરભાઈએ તેની સામે જોતા સામે કેમ જુએ છે કહીને ગોર્ધાને ગાળો આપી ઉશ્કેરાઈ જઈને ઈશ્વરભાઈના ઘરમાં જઈને લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગ નો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat