ખનીજચોરી કરનારા ૨૩ વાહનના માલિકો સામે પોલીસ ફરિયાદ

મોરબી જીલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા માટે વિવિધ વાહનોના નંબર અને વાહનના માલિકોના નામની યાદી સોપી છે. બિનઅધિકૃત રીતે ખનીજ સંગ્રહ અને ખનન કરી આઈ.પી.સી. ૩૭૯ તથા ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઈનીંગ ટ્રાન્સપોર્ટશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ ૨૦૦૫ ની કલમો હેઠળ મોરબી જીલ્લામાં ખનીજચોરી કરનારા ૨૩ વાહનના માલિકો સામે પોલીસમાં ફરિયાદ કરવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં જીજે ૩૬ ડબલ્યુ ૭૭૪૩, જીજે ૩૬ ટી ૭૩૩૩, જીજે ૨૧ વી ૩૧૫૪, હિતાચી મશીન નં જીજે ૦૩ એચએસ ૯૩૪૩, જીજે ૧૩ વી ૭૯૭૫, જીજે ૧૩ એટી ૭૩૩૩, જીજે ૧૨ એટી ૯૬૭૨, જીજે ૦૩ વી ૭૪૫૩, જીજે ૧૦ ઝેડ ૯૯૨૫, જીજે ૦૩ એડબ્લ્યુ ૩૯૪૪, જીજે ૧૩ એટી ૭૮૨૮, જીજે ૦૩ ડબલ્યુ ૮૬૪૬, જીજે ૦૩ એટી ૧૦૮૮, જીજે ૩૬ ટી ૧૮૨૦, જીજે ૦૩ વાય ૯૨૨૬, જીજે ૦૩ એડબલ્યુ ૪૪૬૪, જીજે ૩૬ ટી ૧૯૩૪, જીજે ૩૬ ટી ૧૦૩૩, જીજે ૦૯ એક્સ ૯૨૦૩, જીજે ૦૬ વાય વાય ૬૯૮૮, જીજે ૦૩ એટી ૨૦૪૦ અને ટ્રેક્ટર નં જીજે ૧૩ એટી ૨૮૭૧ એમ ૨૩ વાહનોના માલિક સામે નિયમ મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવા જણાવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat