

મોરબીના પંચાસર રોડ પરની રહેવાસી પરિણીતાને ઘરકામ મામલે પતિ તેમજ સાસુ, નણંદ સહિતના ચાર શખ્શો શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હોય જે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
મોરબીના પંચાસર રોડ પરના રહેવાસી સબીનાબેન અયાજ્ભાઈ પીલુડીયા નામની મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી પતિ અયાજ અસગર પીલુડીયા, સાસુ સમીમબેન અસગર પીલુડીયા, નણંદ નાજીયાબેન અસગર પીલુડીયા અને તોફીક અસગર પીલુડીયા રહે. બધા મોરબી પંચાસર રોડ વાળાએ ઘરકામ અને રસોઈ બાબતે નાની નાની વાતે ઝઘડા કરીને શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો આપી હોવાનું જણાવ્યું છે પોલીસે દહેજ ધારા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે



