Billboard ad 1150*250

ટંકારામાં રોડ બનાવવા મામલે બઘડાટી, સામસામી પોલીસ ફરિયાદ

0 158
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        ટંકારાના અમરાપરમાં મારામારીની ઘટના બાદ બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Post ad 2

        ટંકારાના અમરાપર ગામના રહેવાસી રસુલભાઈ મીમનજીભાઈ બાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી નજરૂદિન મામદભાઈ સેરશીયા, યુનુસ મામદ સેરશીયા, રસુલ મામદ સેરસીયા અને રસુલ અમીભાઇ ખોરજીયા રહે બધા અમરાપર તા. ટંકારા વાળાએ ફરિયાદી રોડ પોતાના ગામમાં રોડ બનાવતા હોય જેથી આરોપીને સારૂ નહિ લાગતા આ જગ્યા મારી છે ત્યાં તમો ગેરકાયદેસર રોડ બનાવો છો કહેતા ફરિયાદીએ જગ્યાના કાગળો બતાવતા ગાળો આપી ઢીકા પાટું માર મારી ધમકી આપી છે

જયારે સામાપક્ષે યુનુસ મામદ સેરસીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રસુલ મીમનજી બાદી, ઈસ્માઈલ મેમનજી બાદી, રોશન રસુલ બાદી અને ઈસ્માઈલ મામદ બાદી રહે બધા અમરાપર વાળાએ રસ્તાના કામ બાબતે બોલાચાલી કરતા અમારી જગ્યા છે કહીને ઉશ્કેરાય ગયેલા આરોપીએ લાકડીનો ઘા મારી ઈજા કરી તેમજ અન્ય જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat