ક્યાં પોલીસ ની ઓળખ આપી અસલી પોલીસે ને માર મારવામાં આવ્યો જાણો અહી ?

મોરબીના એ ડીવીઝન પોલીસમથકના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મનહરભાઈ મેરાભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે રાત્રીના સમયે તે પ્રોહી. ની ડ્રાઈવ અંગે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન આરોપી દીપકસિંહ દશરથસિંહ ઝાલા રહે. મોરબી-૨ ઋષભનગર વાળાએ ફરિયાદી કોન્સ્ટેબલ સાથે મોટરસાયકલ ભટકાડી પોતે એ.સી.બી. માં પોલીસ કોન્સ્ટેબલ હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદી તથા સાહેદ સાથે ઝપાઝપી કરી ગાળો આપી ફરજમાં રુકાવટ કરી તેમજ બીજા ત્રણ શખ્શોને બોલાવી ઢીકાપાટુંનો માર મારી ફરજમાં રૂકાવટ પેદા કરી હતી જે મામલે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદને આધારે એ ડીવીઝન પોલીસે ફરજમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat