મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ઈસમો પર પોલીસની તવાઈ, 11ની ધરપકડ

 

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા 11 ઈસમો રંગેહાથ ઝડપાયા છે.

મોરબીમાં એલીસીબી પોલીસે ચોક્કસ બાતમીને આધારે ત્રાજપર ચોરા પાછળ આવેલી ઓરડીમાં દરોડા પાડ્યા હતા. જ્યાં દેશી દારૂ બનાવવાનો આથો ભરેલ પ્લા.ના કેરબામાં આશરે ૫૦-૫૦ લીટરની ક્ષમતા વાળા કેરબા નંગ-૪ માં આથો લીટર ૨૦૦ કિ.રૂ.૪૦૦/- નો મુદામાલ મળી આવ્યો હતો. જયારે
આરોપી વર્ષાબેન રમેશભાઇ કોળી મળી આવી ન હતી. જેથી પોલીસે તમામ મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીમાં આરોપી સાગર અમરશીભાઇ માલણીયાત જેતપર ગામ જુના જીન સામે દેશી પીવાના દારૂની ૨૦૦ મીલીના માપની કોથળીઓ નંગ-૨૫ દેશીદારૂ લી-૦૫ કિ.રૂ.૧૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. મોરબીમાં આરોપી વિક્રમ સવશીભાઇ માલણીયાત જેતપર ગામ જુના જીન સામે પાસે દેશી પીવાના દારૂની ૨૦૦ મીલીના માપની કોથળીઓ નંગ-૨૫ દેશીદારૂ લી-૦૫ કિ.રૂ.૧૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી મહેબુબ અબ્દુલભાઇ ખલીફા હરીપર-કેરાળા ગામના પાટીયા પાસે પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૩૫ દેશીદારૂ લી-૦૭ કિ.રૂ.૧૪૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. મોરબીમાં એલીસીબી પોલીસે ચોક્કસ બાતમીને આધારે ખાનપર ગામથી ગજડી જવાના રસ્તે કાંઠા તરીકે ઓળખાતી સીમમાં વાડીના શેઢે દેશી દારૂ બનાવવાનો આથો ભરેલ પ્લાસ્ટીકના મોટા બેરલ નંગ-૦૨ માં આથો લીટર ૪૦૦ કિ.રૂ.૮૦૦ મુદામાલ મળી આવ્યો હતો. જયારે આરોપી રાજેશ ઉર્ફે રાજુ લખમણભાઇ ડાવેરા મળ્યો ન હતો. જેથી પોલીસે તમામ મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેરમાં આરોપી કીરીટ અંબારામભાઈ સરવૈયા ગાયત્રી મંદીર રોડ પર પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૩ કિં.રૂ.૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી હંસાબેન પ્રકાશભાઇ વાઘેલા માટેલ ગામની સીમ,સોમાણી ફાઇન સીરામીકની બાજુમાં વોકળા કાંઠે દેશી દારૂ લીટર-૦૭ કિ.રૂ.૧૪૦/- નો વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્જામા રાખી મળી આવી હતી.

ટંકારામાં આરોપી રાકેશ ફતુભાઇ વીકાણી નસીતપર ગામ પાણીના ટાંકા પાસે પોતાના કબજા મા એક પ્લાસ્ટીકની થેલીમા પ્લા.ની કૈફી પ્રવાહી ભરેલ કોથળીઓ નંગ-૧૫ દેશી દારુ આશરે લીટર ૦૩ કિ.રૂ. ૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી જાહેરમાંથી મળી આવ્યો હતો. ટંકારામાં આરોપી મલુબેન ભાણજીભાઇ વાઘેલા ટંકારા રીલાયન્સ ના પેટ્રોલપંપ પાસે પોતાના કબજા મા એક કાપડની થેલીમા પ્લા.ની પારદર્શક કોથળીઓ નંગ-૧૦ જેમાં દેશી દારુ પીવાનો આશરે લીટર ૦૨ કિ.રૂ. ૪૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

માળીયામાં આરોપી મહેબુબ ઉર્ફે ચીનો ગુલામભાઇ જેડા જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર જવાના રસ્તા પાસે પોતાના કબ્જામા કેફી પ્રવાહી દેશી દારૂ લી-૦૪ કિ.રૂ.૮૦/- રાખી મળી આવ્યો હતો. હળવદમાં આરોપી ઈમરાન અબ્દુલભાઈ મકરાણી ભવાનીનગર ઢોરા ખાતે ત્રણ માળીયા પાસે જાહેરમા પોતાના કબ્જામાં દેશી-દારૂ લી. ૦૬ કિ રૂ.૧૨૦/- નો મુદામાલ પોતાના કબજામાં રાખી દેશી દારૂનું વેચાણ કરવાના ઈરાદે રેઈડ દરમ્યાન હાજર મળી આવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat