

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયું હોય જે ફરિયાદને પગલે બી ડીવીઝન પોલીસે તપાસ ચલાવી અપહરણના આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું તા. ૧૬-૧૦-૧૮ ના રોજ અપહરણ થયું હોય જે અંગે ફરિયાદ બાદ જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ બી દીવીન પીઆઈ આર કે ઝાલા, જયદેવસિંહ ખોડુભા, મહેશદાન જશકરણદાન, વનરાજભાઈ મુળુભાઈ તેમજ દશરથસિંહ ચાવડા સહિતની ટીમ તપાસ ચલાવતી હોય અને આરોપી નીલેશ મોહન નંદેસરિયા કોળી (ઉ.વ.૨૦) રહે હાલ ઇન્દિરાનગર સનવર્લ્ડ સિરામિક પાછળની દીવાલ પાસે વાળા આરોપીની અટકાયત કરી અપહરણ, જાતીય સતામણી અને પોસ્કો કાયદા હેઠળ કાયવાહી હાથ ધરી છે



