મોરબીમાં પતા ટીચતા ૧૪ પતાપ્રેમીઓ ને પોલીસે જડ્પ્યા

મોરબી એ ડીવીઝન પોલીસે પખાલી શેરીમાં હનુમાન મંદિર પાસે બાતમીને આધારે દરોડો કરીને જુગાર રમતા બીપીન જેસંગભાઈ ચાવડા, મોન્ટુ પ્રતાપ ચૌહાણ, હરેશ જગજીવન ચૌહાણ, મનહર લાલજી ચાવડા, કિશોર ગગચી ચૌહાણ, ભૂપત ભાણજી સોલંકી અને હીરાલાલ દામજીભાઈ ચૌહાણ એમ સાતને ઝડપી લઈને ૧૨,૦૫૦ ની રોકડ જપ્ત કરી છે. જયારે બી ડીવીઝન પોલીસે રણછોડનગરના ગરબી ચોક પાસે દરોડો કરીને જાહેરમાં જુગાર રમતા દિલીપ કોળી, ફિરોજ હુશેન સુમરા, હાર્દિક લોહાણા અને નીલેશ મનસુખ રાવળદેવ એ ચારને ઝડપીને ૧૧,૯૨૦ ની રોકડ જપ્ત કરી છે જયારે બી ડીવીઝન પોલીસે ત્રાજપર ચોરા નજીક દરોડો કરીને આરોપી કિશોર ગોપાલ કોળી, મનસુખ રમેશ કોળી અને જગદીશ મગન કોળી એ ત્રણને જાહેરમાં જુગાર  રમતા ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૧૦,૬૦૦ જપ્ત કરી છે આમ ત્રણ સ્થળેથી ૧૪ જુગારીઓને ઝડપીને પોલીસે ૩૪ હજારથી વધુની મત્તા કબજે લીધી છે.

 

Comments
Loading...
WhatsApp chat