



મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં મોરબી અને વાંકાનેરમાં દેશી દારૂ વેંચતા 5 ઈસમો ઝડપાયા છે.
પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી અનિલભાઇ દેવજીભાઇ ઉપસરીયા ગુંગણ ગામની સીમ કેરેમીયા સિરામીક પાછળ જાહેરમાં પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૨૫ દેશીદારૂ લી-૦૫ કિ.રૂ. ૧૦૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. બીજા કિસ્સામાં મોરબીમાં આરોપી મહંમદઅશરફ યુનુસભાઈ મન્સુરી રંગપર ગામ ની સીમ સીયારામ સીરામીક પાછળ જાહેરમાં પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૬૦ દેશીદારૂ લી-૧૨ કિ.રૂ. ૨૪૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.
ત્રીજા કિસ્સામાં મોરબીમાં આરોપી અલ્તાફભાઇ સુભાનભાઇ કટીયા ઇન્દીરાનગર સલીમભાઇ કટીયાની દુકાન પાસે પોતાના કબ્જામા દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ પ્લાની કોથળી આશરે ૨૦૦ મીલી ની નંગ-૨૦ દારૂ લીટર-૪ કી.રૂ.-૮૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો. ચોથા કિસ્સામાં વાંકાનેરમાં મહિલા આરોપી યાસ્મીનબેન ઉર્ફે જાડી રહીમભાઇ આદમાણી રાજાવડલા રોડ માર્કેટ યાર્ડ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૩ કિં.રૂ.૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. પાંચમા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી વીશાલભાઇ જીવણભાઇ વીંજવાડીયા સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે વીહોત હોટલ પાછળ ખુલ્લા પટમા દેશી દારુજેવુ કેફી પ્રવાહી લીટર-૦૭ કી.રૂા.૧૪૦/-નો પોતાની પાસે રાખી મળી આવ્યો હતો.
આ 5 કિસ્સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

