વાંકાનેરમાં પોલીસ અને પ્રેસ લખેલા વાહનોની ભરમાર, કાર્યવાહી ક્યારે થશે ?

વાંકાનેર પંથકમાં પોલીસ અને પ્રેસ લખેલા વાહનો દિવસભર ગામમાં દોડતા રહે છે જોકે જવાબદાર તંત્ર કોઈ કાર્યવાહી કરતુ નથી અને બેરોકટોક આવા તત્વો પોલીસ-પ્રેસ લખેલા વાહનો લઈને રોફ જમાવતા જોવા મળતા હોય છે

વાંકાનેર શહેરમાં પોલીસ અને પ્રેસ લખેલા અનેક વાહનો જોવા મળે છે પોલીસ કે પ્રેસ સાથે સંકળાયેલા ના હોય તેવા લોકો પોતાના વાહનોમાં પોલીસ અને પ્રેસ લખીને ઘૂમતા હોય છે અને વાહનોમાં આવા લખાણ લઈને તેનો ગેરકાયદેસર ઉપયોગ પણ કરાતો હોય છે છતાં પોલીસ આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરતી નથી પોલીસ અને પ્રેસ લખીને રોફ જમાવતા ઈસમો સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહયા છે

Comments
Loading...
WhatsApp chat