મોરબીમાં પોલીસ પર હુમલો કરનાર આરોપી જડ્પાયા

સરવડમાં આધેડ પર હુમલો કરનાર જડ્પાયા

મોરબીના એ ડીવીઝન પોલીસમથકના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મનહરભાઈ મેરાભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી કે રવિવારે તે પ્રોહી. ની ડ્રાઈવ અંગે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન આરોપી દીપકસિંહ દશરથસિંહ ઝાલા વાળાએ ફરિયાદી કોન્સ્ટેબલ સાથે મોટરસાયકલ ભટકાડી પોતે એ.સી.બી. માં પોલીસ કોન્સ્ટેબલ હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદી તથા સાહેદ સાથે ઝપાઝપી કરી ગાળો આપી ફરજમાં રુકાવટ કરી તેમજ બીજા ત્રણ શખ્શોને બોલાવી ઢીકાપાટુંનો માર મારી ફરજમાં રૂકાવટ પેદા કરી હતી જે મામલે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદને આધારે એ ડીવીઝન પોલીસે ફરજમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધી પોલીસ કોન્સ્ટેબલને મારનાર મુખ્ય આરોપી દીપક્સંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા અને ઋષિરાજસિંહ ઝાલા એ ત્રણને ઝડપી લીધા છે તો માળીયાના સરવડ ગામના રહેવાસી રમેશભાઈ બચુભાઈ પટેલ (ઉ.વ.૪૫) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પાણીના પૈસાની બાબતમાં બોલાચાલી કરીને ઉશ્કેરાઈ જઈને આરોપી બાલાભાઈ પટેલ, મહેશ પટેલ, બલદેવ પટેલ, મનસુખ પટેલ, રમેશ પટેલ, જીગ્નેશ પટેલ, ભરત પટેલ અને શામજીભાઈ પટેલ રહે. બધા સરવડ વાળાએ તેને માર મારી ગળામાં પહેરેલ બે તોલાનો સોનાનો ચેન કીમત રૂપિયા ૫૫,૦૦૦ બળજબરીથી કઢાવી લઇ તથા સાહેદ ગીરીશભાઈને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં પોલીસે તમામ આઠ આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat