મોરબીમાં સોસીયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો વાઈરલ કરનાર ઇસમ સામે કાર્યવાહી કરતી પોલીસ

મોરબીમાં સોસીયલ મીડિયામાં હથિયાર સાથે ફોટા અપલોડ કરનાર ઇસમ અને પરવાના ધારકને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે
મળતી માહિતી મુજબ મોરબી ડીવાયએસપી પી એ ઝાલાના માર્ગદર્શન હેઠળ પી આઈ એચ એ જાડેજાની સુચનાથી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સોસીયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટો પોસ્ટ કરી સમાજમાં ભય ફેલાવનારા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હોય દરમિયાન પોલીસ જવાન આર પી રાણા અને તેજાભાઈ ગરચરને બાતમી મળી હતી કે Rfik Movar નામના ફેસબુક આઈ ડી પર રફીકભાઈ જુસબભાઈ મોવારે હથિયાર સાથે ફોટો અપલોડ કર્યો હોવાની બાતમીના આધારે તપાસ કરતા રફીકભાઈ મોવરને ઝડપી પાડી વધુ પુછપરછ કરતા હથિયાર અલીમામદભાઈ જુમાભાઈ ચાવડા રહે-અંજાર વાળનું હોવાની કબુલાત આપતા રફીકને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો આરોપી અલીમામદભાઈ જુમાભાઈની શોધખોળ હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી આઈ એચ એ જાડેજા, પી એસ આઈ કે એચ ભોચીયા, રાજદીપસિંહ પ્રતાપસિંહ, કિશોરભાઈ મેણંદભાઈ, ચકુભાઈ દેવશીભાઈ, ધર્મેન્દ્રભાઈ વાધડીયા, તેજાભાઈ આણંદભાઈ, હિતેશભાઈ વશરામભાઈ, સિદ્ધરાજસિંહ અનિરુધ્ધસિંહ, સિદ્ધરાજભાઈ કાનજીભાઈ અને અરજણભાઈ મેહુરભાઈ સહિતની ટીમે કરેલ છે

Comments
Loading...
WhatsApp chat