Billboard ad 1150*250

સુરતમાં બાળકનું અપહરણ કરનાર દંપતીને મોરબીમાંથી પોલીસે ઝડપી લીધા

0 551
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

એ ડીવીઝન-એલસીબી ટીમે આરોપીને ઝડપી બાળકનો છુટકારો કરાવ્યો

Post ad 2

        સરત જીલ્લાના કડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરીને અપહરણ કરનાર શખ્શોએ બાળકને મોરબી વિસ્તારમાં રાખી ખંડણી માંગતા હોય તેવી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યની માહિતીને પગલે મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમે અપહરણ કરનાર દંપતીને ઝડપી લઈને બાળકનો છુટકારો કરાવ્યો છે.

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી જી ચૌધરની સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પોલીસ તથા એલસીબીની જુદી જુદી ટીમો બનાવી એક ટીમે સીસીટીવી પ્રોજેક્ટ રૂમમાં કાર્યરત રહી અપહરણકારોને શોધી કાઢવાની કામગીરી શરુ કરી હતી અને ખાખરેચી ગેટ આગળ બેઠા પુલ તરફ જતા રોડ પર અપહરણ થયેલ બાળકને લઈને એક દંપતી જેવા લાગતા બે શખ્શોને રોકીને પૂછપરછ કરતા શિવબાબુ ઉર્ફે શિવા રામબરન યાદવ (ઉ.વ.૨૮) રહે સુરત શહેર અને રાની દેવી શિવબાબુ ઉર્ફે શિવા રામબરન યાદવ (ઉ.વ.૨૫) વાળાએ સચિન નંદકિશોર યાદવ (ઉ.વ.૧૧) રહે સુરત વાળાનું સુરતથી અપહરણ કરી લઇ આવ્યાનું જણાઈ આવતા આરોપી પતિ-પત્ની બંનેની ધરપકડ કરી અપહરણ કરાયેલ બાળકોનો કબજો સુરત પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે

        આ કામગીરીમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર જે ચૌધરી, મણીલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખારભાઈ મોરી, મહેન્દ્રસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, ચકુભાઈ કરોતરા, રણજીતસિંહ ગઢવી, જયપાલભાઈ લાવડીયા, અજીતસિંહ પરમાર, ફતેસિંહ પરમાર, મહિલા પોલીસ કોન્સ્ટેબલ રીટાબા ઝાલા અને એલસીબી ટીમના આસીફભાઇ ચાણક્ય, ભરતભાઈ જીલરીયા, જયેશભાઈ વાઘેલા સહિતની ટીમ રોકાયેલ હતી 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat