Billboard ad 1150*250

મોરબીમાં ચકચારી મુસ્તાક મીર હત્યા કેસના આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર

0 600
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હત્યા તેમજ હત્યાના પ્રયાસનો નોંધાયો છે ગુન્હો

Post ad 2
Post ad 3

અમદાવાદ એટીએસે તાજેતરમાં કરી હતી ધરપકડ

        મોરબીના હિસ્ટ્રીશીટર મુસ્તાક મીર હત્યા કેસના આરોપીને થોડા સમય પૂર્વે એટીએસ દ્વાર ધરપકડ કરાયેલ આરોપી હિતુભા ઝાલાને આજે મોરબી કોર્ટમાં રજુ કરવા પોલીસ લઇ આવતી હોય ત્યારે ધ્રાંગધ્રા નજીક પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થયો છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના હિસ્ટ્રીશીટર મુસ્તાક મીર સાથે જમીન વિવાદને લઈને એપ્રિલ ૨૦૧૭ માં શનાળાના રહેવાસી હિતુભા ઝાલાએ સુપરમાર્કેટ નજીક સમી સાંજે ગોળીઓ ધરબી દઈને મુસ્તાકની હત્યા કરી હોય જે હત્યા કેસમાં આરોપીની અટકાયત કર્યા બાદજામનગર જેલમાંથી  પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયો હતો અને બાદમાં મૃતક મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર પર ફાયરીંગનો બનાવ બન્યો હતો જે ફાયરીંગ પણ હિતુભા ઝાલાએ કરાવ્યું હોય તેવી ફરિયાદ નોંધાઈ હતી ફાયરીંગ માં બાળકનું મોત નીપજ્યું હોય જેથી પોલીસે હત્યા તેમજ હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધી આરોપી હિતુભા ઝાલાની શોધખોળ ચલાવી હતી જોકે કેટલાક મહિના ફરાર રહ્યા બાદ આખરે અમદાવાદ ખાતેથી એટીએસ ટીમે આરોપી હિતુભાને થોડા સમય પૂર્વે ઝડપ્યો હતો અને મોરબી પોલીસે આરોપી નો કબજો મેળવીને રિમાન્ડ મેળવ્યા હતા

બાદમાં રિમાન્ડ પૂર્ણ થતા અમદાવાદ પોલીસને પરત સોપવામાં આવ્યા હોય દરમિયાન આજે અમદાવાદથી આરોપીને મોરબી કોર્ટમાં લઇ આવતા હોય દરમિયાન ધ્રાંગધ્રા નજીકથી આરોપી હિતુભા ઝાલા પોલીસ જાપ્તામાંથી ફરાર થયા છે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ફોર્ચ્યુનર કાર નં જીજે ૧૮ બીજી ૬૦૯3 માં આરોપી નાસી ગયાનું જાણવા મળ્યું છે તો હત્યા તેમજ હત્યાના પ્રયાસના ગુન્હામાં આરોપી પોલીસ જાપ્તા માંથી ફરાર થઇ જતા રાજકોટ રેંજ વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે અને પોલીસની ટીમો આરોપીને શોધવા દોડધામ કરી રહી છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat