Billboard ad 1150*250

કાવ્ય વિભાગ : કવિ પ્રથમ પરમારની કવિતા “કોણ અમને રોકવાનું ?”..

0 52
Post ad 1

શીર્ષક:કોણ અમને રોકવાનું?


અમે તો આ અનોખી જિંદગીના પ્રવાસી,
કરીશું મેઘનો ગડગડાટ આકાશે વાદળ બની,
કોણ અમને રોકવાનું?

Post ad 2

અમે આ કિંમતી જિંદગીના મલિક,
કરીશું સફળતાને મુઠ્ઠીમાં નસીબ બની,
કોણ અમને રોકવાનું?

અમે તો આ રંગદર્શી જિંદગીના યુવાન,
કરીશું મૃત્યુભયને જમીનદોસ્ત પુરુષાર્થ કરી,
કોણ અમને રોકવાનું?

અમે તો આ અભેદ્ય જિંદગીના સુકાની,
કરીશું નિયતિને વ્હાલી નવી ચેતના જગાડી,
કોણ અમને રોકવાનું?

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat