



મોરબીના રવાપર રોડ ખાતે પ્રધાનમંત્રી જન કૌશલ્ય કેન્દ્રનું સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ઉદધાટન કરવામાં આવ્યું.આ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ યુવાનોને તાલીમ આપી રોજગાર મેળવવા માટે સક્ષમ બનાવવા આ કેન્દ્ર ગુજરાતભરમાં ૧૭ કેંદ્ર શરુ કરવામાં આવશે જેમાં પ્રથમ કેન્દ્ર ભુજ અને બીજું કેન્દ્ર મોરબી ખાતે શરુ કરવામાં આવ્યું.આ કેન્દ્રમાં સિલાય મશીન ઓપરેટર, રિટેલ ટેઇની એસોસીએટ, વેરહાઉસ પેકર, ફિટર તેમજ ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર કોર્ષ થકી યુવાનોને તાલીમ સ્વનિર્ભર બનાવવામાં આવશે.આ તકે ધારાસભ્ય કાંતિભાઈ,જીલ્લા ભાજપ પ્રમુખ રાધાવજીભાઈ ગડારા,જીલ્લા ભાજપ મહિલા પ્રમુખ મંજુલાબેન દેત્રોજા,પાલિકા પ્રમુખ ગીતાબેન કણઝારીયા,સહિતના સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલ.આ તકે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે સિરામિક અને ધડીયાર ઉધોગ મોરબીમાં મોટા પાયે વિકાસ પામ્યો છે ત્યારે ઉચ્ચ અધિકારીને રજૂઆત આ કોર્ષ મોરબી ખાતે શરુ કરવા રજૂઆત કરવામાં આવશે.

