વેજલપરમાં ખેતતલાવડીમાં ડૂબકી લગાવી પાણીમાં છુપાવેલ દારૂનો જથ્થો ઝડપ્યો

માળિયા તાલુકાના વેજલપર ગામની સીમમાં આવેલ ખેત તલાવડીમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો માળિયા તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા તાલુકાના વેજલપર ગામની સીમમાં આવેલ ખેત તલાવડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે માળિયા પોલીસે દરોડો પાડી તલાવડીમાં ડૂબકી મારી તેમાંથી વિદેશી દારૂ બોટલ નંગ- ૪૬૩ કીમત રૂ.૧૩૮૯૦૦ ઝડપી પાડ્યો હતો અને આ વિદેશી દારૂ વિજય જયંતીભાઈ અધારાએ  છુપાવ્યો હોવાનું ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાધેલાની સુચનાથી માળિયા પોલીસની આ સફળ કામગીરીમાં પી.એસ.આઈ. જે.ડી.ઝાલા, મહેશભાઈ બાલસરા, મનસુખભાઈ મઢ, ભરતભાઈ જીલરીયા, મહિપતસિંહ સોલંકી, દિવ્યરાજસિંહ જાડેજા,જયદેવસિંહ ઝાલા, રમેશભાઈ રાઠોડ, લાલભા ચૌહાણ અને વિનોદભાઈ ચાવડાએ કરેલ છે.

Comments
Loading...
WhatsApp chat