Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં વિચરતી જાતીના ૧૦૨ લાભાર્થીઓને પ્લોટનું વિતરણ કરાયું

મોરબીમાં વસતા વિચરતી જાતિના લોકો માટે સનદ વિતરણ કાર્યક્રમ જીલ્લા કલેકટર આઈ.કે.પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ભટકતું જીવન જીવતા વિચરતી જાતિના ૧૦૨ લાભાર્થીઓને પ્લોટ વિતરણ માટેની સનદ આપવામાં આવી હતી.

સનદ વિતરણ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, અધિક કલેકટર કેતન જોષી, મામલતદાર સતાણી જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી મહેશ્વરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જીલ્લામાં વર્ષોથી રખડતું ભટકતું જીવન જીવતા વિચરતી વિમુક્ત જાતીના ૧૦૨ લોકોને પ્લોટ માટેની સનદ આપવામાં આવી હતી વિચરતી જાતિના લોકોને મોરબી તાલુકાના જાંબુડિયા પાસે પ્લોટ ફાળવવામાં આવ્યા છે.

જીલ્લા કલેકટરે આ પ્રસંગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પ્લોટ પર મકાન પણ બનાવી દેવામાં આવશે અને બાળકો માટે શિક્ષણ સાથે યોગ્ય વાતાવરણ મળી રહે અને આ જાતિના બાળકો સારી કારકિર્દી ઘડી સકે તે માટે આશ્રમ શાળામાં પ્રવેશ આપવામાં આવશે

 

Comments
Loading...
WhatsApp chat