

મોરબીમાં ક્રિકેટ મેચ અને તીન પટ્ટીનો જુગાર બારેમાસ ધમધમતો હોય છે ત્યારે પોલીસ પણ આવા જુગારીઓને ઝડપી લઈને કાયદાનું ભાન કરાવી રહી છે. ગઈકાલે મોરબીના મહેન્દ્રપરા નજીક પાનના ગલ્લા નજીક ઉભા રહીને જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે સ્થળ પર દરોડો કરતા આરોપી વિશાલ જયંતીલાલ કક્કડ (ઉ.વ.૨૯) રહે. મોરબી મહેન્દ્રપરા અને જીગ્નેશ ઉર્ફે જીગો નારણભાઈ પરમાર (ઉ.વ.૨૫) રહે. મોરબી માધાપર વાળો પાનની દુકાનમાં રહેલ ટીવીમાં ચાલતી ઇન્ડિયા ન્યુઝીલેન્ડ વન ડે મેચ નિહાળી હાર જીતનો જુગાર રમતા કાગળની ચિઠ્ઠીમાં સોદા લખી ક્રિકેટ સત્તાનું સાહિત્ય ઉપરાંત મોબાઈલ અને રોકડ મળીને ૭૫૦૦ ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે બંને આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.