લાલપર નજીક જાહેરમાં જુગાર રમતા ૩ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે લાલપર ગામ નજીક આવેલ સિરામિક એકમ પાસે જાહેરમાં જુગાર રમતા ૨ મહિલા સહિતનાઓને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ રાત્રીના લાલપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન લાલપર ગામ નજીક આવેલ શ્રીજી સિરામિક એકમ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા બીપીન નટુભાઈ સારેસા રહે-શોભેશ્વર, અશોક જેઠાભાઈ સોલંકી રહે-લાલપર, રમેશ મુળજીભાઈ સોલંકી રહે- તાજ નળિયાના કારખાનામાં વાળાને રોકડ રકમ રૂ.૧૨૯૦ ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા તો શાંતાબહેન લક્ષ્મણભાઈ સોલંકી રહે-તાજ નળિયાના કારખાનામાં અને રમણબા મહેન્દ્રસિંહ રાઠોડ રહે-લાલપર એ બંને નાશી છુટ્યા તેની શોધખોળ શરુ કરી છે.

Comments
Loading...
WhatsApp chat