Billboard ad 1150*250 Billboard ad 1150*250

ધનશ્યામપુર ગામે જુગાર રમતા ૩ ઝડપાયા, ચાર નાશી છુટ્યા

હળવદના ધનશ્યામપુર ગામની સીમમાં વાડીમાં જાહેરમાં જુગાર રમતા ૩ પત્તાપ્રેમીઓને હળવદ પોલીસે ૫૫૦૦ થી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જ્યારે ચાર આરોપીઓ નાશી છુટ્યા હતા.

 

હળવદ તાલુકાના ધનશ્યામપુર ગામની સીમમાં આવેલ વિરમભાઈ દલવાડીની વાડીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા મહેબુભાઈ નથુભાઈ સિપાઈ, દિલીપભાઈ કરશનભાઈ વામજા, મનસુખભાઈ શામજીભાઈ વરમોરાને રોકડ રકમ ૩૦૦૦૦ તથા મોટર સાઈકલ નંગ-૧ કિંમત રૂ.૨૫૦૦૦ એમ કુલ મુદામાલ ૫૫૦૦૦ સાથે ઝડપી પાડ્યા હતા

 

જ્યારે ભરત ઉર્ફે ભગત મગનભાઈ ગોપાણી, હરેશભાઈ દલીચંદભાઈ લોરિયા, ભાવેશભાઈ શંકરભાઈ પટેલ અને વિરમભાઈ દલવાડી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat