Billboard ad 1150*250

દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ અરજી કરવાની રહેશે

0 41
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, મોરબી દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે “સ્પે.ખેલ મહાકુંભ-૨૦૧૯” ની વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજનઆગામી નવેમ્બર-૨૦૧૯માં કરવામાં આવી રહ્યું છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે ખાસ યોજાનારા આ સ્પે. ખેલ મહાકુંભ-૨૦૧૯માં માનસિક ક્ષતિગ્રસ્ત (એમ.આર), શારીરિક ક્ષતિવાળા (ઓ.એચ), અંધજન (બ્લાઈન્ડ) અને શ્રવણમંદ ક્ષતિવાળા (બહેરા) દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઇ શકશે.

        આ “સ્પે.ખેલ મહાકુંભ-૨૦૧૯”માં ભાગ લેવા ઈચ્છુક જિલ્લાની માનસિક ક્ષતિગ્રસ્ત સંસ્થા, શારીરિક ક્ષતિગ્રસ્ત સંસ્થા, અંધજન સંસ્થા અને શ્રવણમંદ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ/શાળાઓએ વિશેષ સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવે છે. તેમજ ઉપર્યુક્ત ક્ષતિ ધરાવતા મોરબી જિલ્લાના દિવ્યાંગ ખેલાડી ભાઈઓ/બહેનોએ સ્પે.ખેલ મહાકુંભની વધુ માહિતી અને પ્રવેશ ફોર્મ માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,મોરબી રૂમ.નં-૨૫૭,બીજો માળ તાલુકા સેવા સદન લાલબાગ સામા કાઠે મોરબી -૨ પિન-૩૬૩૬૪૨ ખાતે સંપર્ક સાધી તા.૩૦/૧૦/૨૦૧૯ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ફોર્મ જમા કરાવવાના રહેશે.

અંધજન માટે નેશનલ એસોસીએશન ફોર ધી બ્લાઈન્ડ મોરબી જિલ્લા શાખા, મુ.લક્ષ્મી નગર પો.ભરતનગર,માળિયા હાઈ-વે પ્રજ્ઞાચક્ષુ પુર્નવસન કેન્દ્ર, મોરબી સંપર્ક નંબર ૯૧૦૬૮ ૮૬૯૭૫ અને બધિર માટે મોરબી સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ,c/o તોમર કૈલાસસિંહ, કૈલાસ ટ્રેડર્સ, લાટી પ્લોટ રોડ, મોરબી ૩૬૩૬૪૧, સંપર્ક નંબર ૯૭૨૭૮ ૮૧૪૦૫૫ તથા તાલુકાના જે તે બી.આર.સી.ભવનમાં પણ ફોર્મ મેળવી તેમજ જમા કરાવી શક્શે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat