પ્લાસ્ટિક પ્રતિબંધ : મોરબી પાલિકાની ટીમે વધુ ૮ હજાર પ્લાસ્ટીકના ગ્લાસ જપ્ત કર્યા

પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશ માટે કાર્યવાહી

મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ અમલવારી માટે ટીમ સતત કાર્યવાહી કરી રહી છે જેમાં આજે પાલિકાની ટીમે વધુ આઠ હજાર પ્લાસ્ટીકના ગ્લાસ અને પાંચ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે

મોરબી નગરપાલિકાની ટીમે આજે નાની બજાર વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશ અંતર્ગત ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ૮૦૦૦ નંગ પ્લાસ્ટીકના ગ્લાસ મળી આવતા જપ્ત કર્યા હતા અને પાંચ કિલો પ્લાસ્ટિક પણ જપ્ત કરી રૂ. ૨૫૦૦ નો દંડ વસુલ કરાયો છે અને ઝુંબેશ સતત ચાલુ રાખવાનો નિર્દેશ પણ પાલિકાની ટીમે આપ્યો હતો

Comments
Loading...
WhatsApp chat