

મોરબી નગરપાલિકાની ટીમ પ્લાસ્ટિક પ્રતિબંધ અમલવારી માટે કટિબદ્ધ હોય અને આજે પાલિકાની ટીમે વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરીને ચાની પ્યાલી, પ્લાસ્ટીકના ગ્લાસ અને પ્લાસ્ટિક ઝબલા સહિતનો જંગી જથ્થો જપ્ત કર્યો છે
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી તેની અમલવારી માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં દીપકસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સૂરમાં નરેન્દ્રસિંહ, મહેશ ભરવાડ, રમેશ રબારી, હમીર ગોગરા, શક્તિ રાઠોડ અને શક્તિ મકવાણા સહિતની ટીમ વિવિધ સ્થળોએ ચેકિંગ કરીને પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી કરાવી રહી છે
જેમાં આજે વિવિધ સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યા હતા જેમાં ક્રિષ્ના ટ્રેડીંગ, સોહમ પ્લાસ્ટિક, ભવાની સેલ્સ અને એન પ્રોવિઝન સ્ટોર્સ સહિતની દુકાનોમાંથી મળીને કુલ ૧ લાખ ચાની પ્યાલી, ૨ લાખ ગ્લાસ તેમજ ૫૦ કિલો પ્લાસ્ટિક જ્બલા જપ્ત કરવામાં આવ્યા હતા અને ૩૦૦૦ રૂપિયાનો દંડ ફટકારાયો છે