ટંકારાના ટોળ ગામે ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપા વિતરણ કરાયું

મહાનુભાવોના હસ્તે ગ્રામજનોને કરાયું રોપાનું વિતરણ

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વૃક્ષારોપણની મોસમમાં આજે ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા રોપા વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ પ્રવૃતિને વેગવંતી બનાવી પર્યાવરણ બચાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો

ટંકારા સામાજિક વનીકરણ વિભાગ સેવાસેતુ કાર્યક્રમના ચોથા તબક્કાનો પ્રારંભ થયો છે જેમાં ટંકારા વનવિભાગ દ્વારા આજે ટંકારાના ટોળ ગામ મુકામે રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ નિગમના બો.એચ. ઘોડાસરા, જીલ્લા કલેકટર આર.જે. માકડિયા, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, ઉપરાંત ટંકારા ફોરેસ્ટ ઓફિસર જે.ટી. કુંડારિયા, ડી. એલ કોરીંગા ઉપસ્થિત રહયા હતા અને મહાનુભાવોના હસ્તે ગ્રામજનોને રોપા વિતરણ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો

Comments
Loading...
WhatsApp chat