મોરબીના ખેવારીયા ગામના સરપંચ-ગ્રામજનોએ કર્યું વૃક્ષારોપણ

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વૃક્ષારોપણ માટેની ઉત્તમ ઋતુમાં વૃક્ષારોપણ પ્રવૃત્તિએ વેગ પકડ્યો છે અને ઠેર ઠેર લોકો વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવોનો સંદેશ આપી રહયા છે ત્યારે ખેવારીયા ગામના સરપંચ અને આગેવાનો દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું

ખેવારીયા ગામના સરપંચ પ્રફુલભાઇ હોથી, ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા બરવાળાથી ખેવારીયા સુધીના રોડ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ સરપંચની આગેવાનીમાં 100 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું તો સીરામીક ઉદ્યોગપતિ દ્વારા પિંજરા માટે આર્થિક યોગદાન પૂરું પાડવામાં આવ્યું હતું જેથી ગામના સરપંચ અને ગ્રામજનોએ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને અન્ય ગામોને પણ વૃક્ષારોપણ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો

Comments
Loading...
WhatsApp chat