



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
ટંકારા તાલુકાના વિરવાવ ગામને હરિયાળું બનાવવા યુવાનોએ વૃક્ષારોપણ પ્રવૃતિને વેગવંતી બનાવી છે અને ચાલુ વરસાદે બાપા સીતારામ યુવક મંડળ (વિરવાવ) દ્વારા ૨૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે
વિરવાવ ગામને લીલુંછમ અને સ્વચ્છ રાખવાના ઉમદા હેતુથી વિરવાવ ગામના કૃષ્ણસિંહ પી. જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા સાથે ગામના યુવાનો મેદાને ઉતરી આવ્યા છે. અને એક એક મિત્ર એક વૃક્ષનું વાવેતર કરી જતન કરવાની પહેલ સાથે ચાલુ વરસાદે ૨૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર વિરવાવ ગામે કરવામાં આવ્યું છે



